ધાર્મિક કથાઓ અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિ કઈ કરી શકશે તેવું વરદાન હતી. પોતાના અહંકારી ભાઈના કહેવા ઉપર હોલિકાએ પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદના જીવ બચી ગયાં અને હોલિકા સળગીને ભસ્મ થઈ ગઈ. આ જ કારણે હોળીના તહેવારને અનિષ્ટ ઉપર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે. હોલિકા દહનના દિવસે ઘણા એવા કાર્ય હોય છે જેના કરવી વર્જિત માનવામાં આવી છે. આ દિવસે કોઈને પણ પૈસા ઉધાર દેવા જોઈએ નહીં. આવુ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક્તા આવે છે અને સમગ્ર વર્ષ તમે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ દિવસે મહિલાઓએ પોતાના પુત્ર માટે ઉપવાસ રાખી શકે છે.
આવુ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા મળે છે. જેનાથી પુત્રને દિર્ઘાયુ પ્રાપ્ત થાય છે. હોળીના દિવસે પોતાની માતાનું અપમાન કરો છો તો તમારે જીવનમાં દરિદ્રતાનો સામનો કરવો પડે છે. આ દિવસે પોતાની માતાને ઉપહાર આપો. આવુ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને ઉન્નતિા નવા માર્ગો ખુલશે. હોલિકા દહનના દિવસે વ્યક્તિએ પોતાના પરિવાર સાથે ઘઉં અને ગોળથી બનેલી રોટલી ખાવી જોઈએ. આવુ કરવાથી ઉન્નતીના નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. હોલિકા દહનની અગ્નિમાં આ મીઠી રોટલીને શેકીને પ્રસાદના રૂપમાં પણ ખાઈ શકાય છે. આ દિવસે સફેદ ચીજ જેવી કે, દૂધ, દહીં, ચોખા વિગેરેનું સેવન વર્જીત માનવામાં આવ્યું છે. જો કે આ દિવસે કાળા ચણાનું સેવન કરવાની શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તે સિવાય કોઈ જરૂરીયાત મંદ વ્યક્તિને કાળા ચણાનું દાન કરી શકો છો.