શિક્ષણ જગતને લાંછન લગાડતી ધૃણાસ્પદ ઘટના અંગે પોલીસમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીએ ફરીયાદ નોંઘાવી છે તે મુજબ તેણી ઘો.10 ની પરીક્ષા આપવાની હોવાથી તેની તૈયારી કરવા માટે કલાસીસ કરવા માટે ઉનામાં જ કલાસ ચલાવતા બાબુભાઇ પરમાર નામના શિક્ષકનો ચારેક માસ પહેલા કોન્ટેક કરી તેના કલાસીસે મળવા ગઈ હતી. ત્યારે તેઓએ કહેલું કે, તારે કલાસીસ કરવાની જરૂર નથી મારો કોન્ટેક છે હું તને પાસ કરાવી દઇશ ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલમાં મેસેજ કરતા બંન્ને એકબીજાના પરીચયમાં આવતા ફોનમાં વાતચીત કરતા હતા. દરમિયાન બે માસ પૂર્વે વિદ્યાર્થિનીને ફોન કરી આઇ.એમ.પી.ના પ્રશ્નો ટીક કરાવી દવ તેમ કહી ખાણ ગામે સ્કુલે બોલાવેલ પરંતુ સ્કુલે કોઇ નહીં હોવાથી પીડિતા શિક્ષકને મળીને પરત ઘરે આવી ગયેલ હતી. ત્યારબાદ બે દિવસ પૂર્વે તા.24 ના રોજ બપોરે પીડિતા બેકરીએ જઇ રહેલ ત્યારે રસ્તામાં શિક્ષક બાબુભાઇ મળતા તેઓએ કહેલ કે, કાલે બહારથી સાહેબ આવવાના છે તને ફોન કરૂ એટલે આવી જજે તેમ કહયુ હતુ ત્યારબાદ ગઇકાલે શિક્ષક બાબુભાઇનો ફોન આવતા બપોરે 12 વાગ્યે દેલવાડાના શિવમ ગેસ્ટ હાઉસ પહોંચેલ જયાં રૂમ નં.103 માં બોલાવી તું કંઇ બોલતી નહી હું કવ તેમ તારે કરવાનું છે તેમ કહી બાબુભાઇએ જબરજસ્તીથી ઘમકાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચરી આ વાત કોઇને કરતી નહી મારા મોટા કોન્ટેક છે તું કોઇને વાત કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ઘમકી આપી હતી. ઉપરોકત વિગતો સાથે પીડિતાએ ફરીયાદ નોંઘાવતા પોલીસે શિક્ષક બાબુભાઇ પરમાર સામે ગુનો નોંઘી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
