રાજ્યમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે અને એક સાદી એવરેજ મુજબ હાલ દર બે મિનિટે ત્રણ દર્દી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 2190 નવા કેસ નોઁધાયા છે અને એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર થઇ ગયો છે. જેમાં સુરતમાં 745 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1422 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, અમદાવાદ અને રાજકોટ શહેરમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,479 થયો છે.
25 માર્ચે 1961, 24 માર્ચે 1,790 કેસ, 23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.07 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 34 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે અને હાલ 10132 એક્ટિવ કેસ છે.
ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ અત્યાર સુધી 40 લાખ 89 હજાર 217 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 25 હજાર 153 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 47 લાખ 14 હજાર 370નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 11 હજાર 864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.