અમદાવાદ ના થોળ નજીક આવેલા વયણા ખાતે ની કોંગ્રેસ ની જમીન માં ડખ્ખો ઉભો થયો છે અને આ ડખ્ખો હાલ તો સબંધીતો માટે માથાનો દુઃખાવો બની ગયો છે અને હાઇ કમાન્ડ નું કહેવું છે કે આ પ્લોટ પાર્ટી ના છે અને અન્ય દાવેદારો નું કહેવું છે તે પ્લોટ માં તેઓની માલિકી છે આમ રોકાણ ને લઈ આ પ્લોટ મામલે હાલ તો ધમાસાણ મચેલું છે.
આ પ્લોટ માં માલિકી મુદ્દે દાવાઓ થઈ રહ્યા છે આઇટી સેલ ના નેતા ના નાના ભાઈ દ્વારા આ પ્લોટ ની ખરીદી કરવાની વાતો પણ ચર્ચામાં આવી હતી પણ મિડિયેટર તરીકે ખજાનચી તરીકે રહી ચૂકેલા અગ્રણી દ્વારા આ પ્લોટ ની ખરીદી કરાઈ હોવાની વાતો પણ ઉઠી રહી છે પણ હવે તે રહ્યા નથી જેથી માલિકી ના દાવા મુદ્દે ઘમાસાણ મચ્યું છે. જોકે, વાત એવી પણ છે કે જે સ્વર્ગીય નેતા હવે આ દુનિયા માં રહ્યા નથી તેઓ AICC ના પૈસા ની દરેક નોંધ પાડતા હતા જેમાં વાયણા ની આ જમીન ના પ્લોટ નો ઉલ્લેખ થયો હોવાનું મનાય રહ્યું છે.
સત્યડે પાસે એવી પણ વાત આવી રહી છે કે સ્વર્ગસ્થ નેતા ની ભલમનસાઇ નો કેટલાક કોંગ્રેસીઓ એ દુરુપયોગ કર્યો છે અને આવા અન્ય કરોડો રૂપિયા નું કરી નાખ્યું હોવાની વાતો સપાટી ઉપર આવી રહી છે જે સત્યડે પાસે તમામ નામ સાથે વિગતો આવતા જ જાહેર કરવામાં આવનાર છે જેથી સફેદપોશો ખુલ્લા પડી શકે.
વાયણા નજીક આવેલા અંદાજીત રૂ સાડા નવ કરોડ ની કિંમત ના આ પ્લોટ નજીક જ નવી રાજપથ કલબ બની રહી છે અને કર્ણાવતી કલબ બની રહી હોય હવે તેની નજીક આવેલી આ કિંમતી જમીન ના ભાવો ઊંચકાશે પરિણામે હવે જે લોકો ઉપર ભરોસો મૂકી પ્લોટ ખરીદાયા હતા તેમાં હવે દસ્તાવેજી દાવા ની મેટર વિવાદ નું કારણ બની હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે તેવે સમયે આ તમામ હકીકત નો સત્યડે પર્દાફાશ કરનાર છે.(ક્રમશ:)
