મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં કોવિડને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તદનુસાર, કોવિડ ચેપને રોકવા માટે નીચેના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા આજે આદેશો કરવામાં આવ્યા છે અને મિશન સ્ટાર્ટ અગેઇનના આ આદેશો 15 એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે. રાતના 8થી સવારના 7 વાગ્યે (કર્ફ્યુ) સમયે 5 કે તેથી વધુ લોકોને એકત્રિત થવાની મંજૂરી નથી. તેનો અમલ આજે મધ્યરાત્રિ બાદ એટલે કે આવતી કાલે રવિવારથી કરવામાં આવશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ દીઠ 1000 રૂપિયા દંડ થશે.દરિયાકિનારા અને ઉદ્યાનો, બગીચા જેવા જાહેર સ્થળો સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.
ઉલ્લંઘન કરનાર વ્યક્તિ દીઠ રૂ.1000 નો દંડ આવશે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ અને જાહેર સ્થળે થૂંકનારા વ્યક્તિ પર 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.બધા સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સ સિનેમા, મોલ્સ, હોલ, રેસ્ટોરન્ટ સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. સમય દરમિયાન હોમ ડિલિવરી ચાલુ રહેશે. જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે તો દંડ ફટકારવામાં આવશે. કોઈ સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો, સમારંભોને મંજૂરી નથી. આ હેતુ માટે હોલ અથવા થિયેટરનો ઉપયોગ કરી શકાતો નથી. 50થી વધુ લોકોને લગ્ન સમારોહ માટે એક સાથે આવવા દેવામાં આવશે નહીં. અંતિમ સંસ્કાર માટે 20થી વધુ લોકો એક સાથે નહીં આવી શકે. કોવિડ દર્દીના કિસ્સામાં સંબંધિત સ્થળના દરવાજા પર 14 દિવસ સુધી નોટિસ બોર્ડ મૂકવામાં આવશે. દર્દીના હાથ પર હોમ સેપરેશનનો સિક્કો લગાવાશે.