વલસાડ જિલ્લામાં કોરોના ના કેસ વધવા માંડ્યા છે અને ગતરોજ ધારાસભ્ય ભરતભાઈ પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આજે તેમના ધર્મપત્ની ભાવનાબેન નો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનાબેન પટેલે ભરતભાઈની સાથે ગત રવિવારે પારનેરા પારડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. ત્યારબાદ આજે કોરોના સંક્રમિત જાહેર થયા છે જેઓ એ તેઓના સંપર્ક માં આવેલાઓ ને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે
વલસાડ જિલ્લામાં 13 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે.
મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી આવતા લોકો પર નિયંત્રણ રહે તે માટે વલસાડ જિલ્લા બોર્ડર પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. શનિવારે વલસાડના ધારાસભ્ય સહિત 10 લોકો વલસાડ જિલ્લામાં સંક્રમિત આવ્યા હતા. રવિવારે 13 જેટલા લોકો કોરોના સંક્રમિત જાહેર થતા વહીવટી તંત્ર દોડતું થયું છે.
વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લા અને મહાનગરોમાંથી સંક્રમણ સાથે જિલ્લામાં પ્રવેશતા લોકોને અટકાવવા અને જિલ્લામાં વધતું કોરોના સંક્રમણ વહીવટી તંત્ર માટે પડકાર રૂપ બની ગયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જિલ્લાના વિવિધ સ્થળોએ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કર્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ પણ વધારવામાં આવી રહ્યું છે.
આજે નોંધાયેલા કેસ માં વલસાડ તાલુકા માં 9 કેસ નોંધાયા છે જેમાં 4 પુરુસ અને 5 મહિલાઓ નો સમાવેશ થાય છે જ્યારે પારડી તાલુકા માં 1 પુરુસ, તેમજ વાપી તાલુકા માં 3 કેસ પૈકી 2 પુરુષ અને 1 મહિલા મળી કુલ 13 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
વલસાડ માં નોંધાયેલા કોરોના પોઝીટિવ કેસો માં ખાસ કરીને ભાગડાવડા,નનકવાડા,અબ્રામા,ડુંગરી, કોસંબા,રામજી ટેકરા, દમણી ઝાંપા વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓ તેમજ વાપી ના ચલા અને નામધા માં કેસ સામે આવ્યા છે.
