રાજ્ય માં કોરોના ના સંક્રમણ ને લઈ ધુળેટી પર્વ ના દિન ની સર્વત્ર ફિક્કી ઉજવણી જોવા મળી હતી અને ક્યાંય ખાસ ઊજવણી થઈ ન હતી અને મોટાભાગ ના લોકો એ ઘરમાં જ પુરાઇ રહેવાનું મુનાસીબ માન્યું હતું.અમદાવાદમાં વસતા રાજસ્થાની પરિવાર દ્વારા ચાલુ વર્ષે કોરોના ની સ્થિતિ ને ધ્યાને રાખી તિલક ધુળેટી મનાવી હતી દર વર્ષે તેઓ હોળી ધુળેટી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. પરંતુ કોરોના ના કારણે રાજસ્થાની પરિવારોએ એક બીજાના ઘરે જઈને તિલક લગાવીને હોળીની ઉજવણી કરી છે.
ગુજરાત માં દર વર્ષે ધામધૂમથી ઢોલ અને ડીજેના તાલે હોળી ધુળેટી ની ઉજવણી થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે શાંતિપૂર્ણ રીતે અને સરકારની ગાઈડ લાઇનનું પાલન કરીને હોળી રમી છે. એમ એકબીજાના સબંધીઓને ઘરે જઈને માત્ર ગુલાલ વડે તિલક લગાવીને જ ઉજવણી કરી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજ્ય માં કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ છે.
અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી કરવા તંત્ર સજ્જ બનતા ક્યાંય ખાસ ઊજવણી નો માહોલ જોવા મળ્યો ન હતો.
