રંગોની સાથે રમવામાં જેટલી મજા આવે છે તમારે તેટલી જ પોતાની કેર પણ કરવી પડે છે. ખાસ કરીને જો તમે ગર્ભવતી છો અને હોળી સેલિબ્રેશન દરમિયાન કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવો છો ત્યારે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર પડે જ છે, સાથે જ પોતાના ગર્ભસ્થ શિશુને પણ તમારી બેદરકારીની કીંમત ચુકવવી પડે છે. ગર્ભવતી મહિલાઓના મનમાં હોળી સેલિબ્રેશનને લઇને કેટલાય પ્રકારની શંકાઓ થાય છે. કેટલીક મહિલાઓ તો મન મારીને હોળીને સેલિબ્રેટ કરવાનું જ ટાળતી હોય છે. જો કે તમારે હોળી સેલિબ્રેશન ટાળવાની કોઇ જરૂર નથી. જો તમે કેટલાક સેફ્ટી ટિપ્સનું ધ્યાન રાખો છો તો ખૂબ જ સરળતાથી હોળીની મજા સુરક્ષિત રીતે માણી શકો છો. જાણો, ગર્ભવતી મહિલાઓ માટે હોળી સેલિબ્રેશન દરમિયાન કેટલીક એવી જ સેફ્ટી ટિપ્સ વિશે…જો કે હાનિકારક કેમિકલ કલરનો ઉપયોગ હોળી સેલિબ્રેશન દરમિયાન કોઇએ પણ ન જ કરવો જોઇએ, પરંતુ ગર્ભવતી મહિલાઓએ તેનાથી ખાસ કરીને દૂર રહેવું જોઇએ. હકીકતમાં તેમાં કેટલાક તત્ત્વ જેવા કે કૉપર સલ્ફેટ, લેડ ઑક્સાઇડ અને પારા વગેરે હોય છે. આ રસાયણ તમારી ત્વચા, શ્વસન અને તંત્રિકા તંત્રને નુકશાન પહોંચાડી શકે છે અને લોહીના પરિભ્રમણના માધ્યમથી ભ્રૂણને અસર કરી શકે છે. એટલા માટે નેચરલ તેમજ હર્બલ કલર્સથી જ હોળી રમો.
જો શક્ય હોય તો તમે ઘરે જ ફળ, ફૂલ અથવા શાકભાજી વગેરેની મદદથી કલર્સ બનાઓ અને હોળીને એન્જોય કરો.ફેસ્ટિવલનો સમય હોય અને તમે ખાણીપીણીમાં છૂટછાટ ન રાખો એ તો શક્ય જ નથી. સામાન્ય રીતે હોળીના સમયમાં લોકો કેટલાય પ્રકારના મસાલેદાર સ્નેક્સ, ચાટ, ગુજિયા, ઘીની મીઠાઇઓ, કૈફીનવાળા પીણાં પદાર્થો વગેરે બનાવે છે, પરંતુ ગર્ભવતી મહિલાઓએ આ તમામ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હોળી પર લોકો ભાંગ પણ પીએ છે, જે તમારા માટે જરા પણ યોગ્ય નથી. આ પ્રકારના તળેલા તેમજ હેવી ફૂડથી તમારું પેટ ખરાબ થઇ શકે છે અને તમને અપચાની સમસ્યા થઇ શકે છે. આટલું જ નહીં, હેવી ફૂડના કારણે એક ગર્ભવતી સ્ત્રીની તબિયત વધુ ખરાબ થઇ શકે છે. જો તમે ગર્ભવતી છો તો તમારે આ સેફ્ટી ટિપ્સનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઇએ. ખૂબ જ વધારે ભીડમાં હોળી સેલિબ્રેશનથી તમને ગભરામણની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીનું ઇમ્યૂન સિસ્ટમ પણ વીક થાય છે ત્યારે વધુ ભીડમાં જવાથી કોરોના વાયરસ તેમજ અન્ય સંક્રમણ થવાનું જોખમ વધુ રહેશે. આ ઉપરાંત તમે પાણીથી પણ હોળી ન રમશો. કારણ કે તેમાં લપસી પડવાની શક્યતાઓ વધી જાય છે જે તમારા ભ્રૂણને નુકશાન પહોંચાડી શકે છે. પાણીના ફુગ્ગા જો તીવ્રતા સાથે તમને વાગશે તો તેનાથી ગર્ભપાત સુધીનું જોખમ રહે છે.જ્યારે તમે હોળી રમવાનું મન બનાવી લીધું છે તો એવામાં પોતાની જાતને પ્રોટેક્ટ કરવાનું ચુકશો નહીં. એટલા માટે તમે તમારા ફેસ તેમજ સ્કિન પર તેલનું એક પાતળુ કોટ અપ્લાય કરો, આ કલરને ત્વચામાં શોષાતા અટકાવે છે.