ગુજરાતમાં હવે અમદાવાદ શહેર કોરોના વાયરસનું મોખરું સ્થાન બની ગયું છે. છેલ્લા ઘણા દિવસથી ઘાતક વાયરસના કેસો નિરંતર વધી રહ્યા છે. બીજી તરફ પ્રખ્યાત ઈન્સ્ટીટ્યુટ IIM કેમ્પસમાં કોરોનાનો કહેર વધ્યો છે. જેમાં મેચ નિહાળવા ગયેલા 5 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. અને અન્ય લોકો પણ સંક્રમિત થયા છે. IIM માં ગત રોજ કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને જે રિપોર્ટ્સ આવ્યા તે પણ ચોંકાવનારા આવ્યા છે.IIMમાં કોરોના વિસ્ફોટ થતા તંત્રમાં પણ હડકંપ મચ્યો છે.IIMમાં હોળીના દિવસે કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 5થી વિદ્યાર્થીઓ અને સાથે સાથે કુલ 8 લોકો સંક્રમિત થયા છે. 26 અને 27 તારીખે પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં વધુ પાંચ જણાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. બીજી તરફ છેલ્લા 13 દિવસમાં IIMમાં પોઝિટીવ કેસોની સંખ્યાએ હાફ સેન્ચ્યુરી વટાવી દીધી છે, સંક્રમિતોની સંખ્યા 53 સુધી પહોંચી છે.
IIM દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે, જાહેર કરેલી વિગતો મુજબ IIMમાં 25 માર્ચે 114ના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 91ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ ટેસ્ટમાં 10ના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જ્યારે 27 માર્ચે 109ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 8 લોકોનો રિપોર્ટ પોઝિટીવ, 26-27 માર્ચે 5ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા આ તમામ લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવઅમદાવાદમાં આવેલા આઈઆઈએમના કેમ્પસમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આઈઆઈએમમાં વધુ આઠ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 27મી માર્ચે 109 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 8ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આઈઆઈએમમાં 12 માર્ચ બાદ કોરોના પોઝિટિવનો આંક 53 પહોંચ્યો છે. આઈઆઈએમમાં કોરોનાના કેસની સંખ્યા ત્યારે વધી જ્યારે 6 જેટલા વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા.