રાજકોટ નો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાં લવાયા બાદ પોલીસ ને ચકમો આપી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ કચ્છની પાલારા જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. દરમિયાન
નિખિલ દોંગા ની તબિયત બગડતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં પોલીસ ને ચકમો આપી નિખિલ દોંગા નૌ દો ગ્યારાહ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે.
નિખિલ દોંગા પોલીસ જાપ્તા હેઠળ હોવાછતાં હોસ્પિટલ માંથી છૂ થઈ જતા પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
