સમગ્ર દેશમાં હોળીનું પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવમાં આવ્યું હતું. જમ્મુ કશ્મીરમાં નિયંત્રણ રેખા, આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ જવાનોએ હોળી ઉજવી હતી. એક બીજાને રંગ અને ગુલાલ લગાવીને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. તેની સાથે લદ્દાખમાં 17000 ફૂટની ઉંચાઈ ઉપર આવેલી બલવાન ઘાટીની પાસે આઈટીબીપીના જવાનોએ હોળીનો પર્વ ઉજવ્યો હતો.આઈટીબીપીના જવાનો દ્વારા ઉજવવામાં આવેલી હોળીનો વીડિયો પર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જવાનો એક બીજાને રંગ લગાવે છે અને જશ્ન મનાવતા જોવા મળ્યાં છે. આ દરમયાન હરિયાણી ગીત નૌલખેને ફેલ કિયા તેરે માથે વાલા ટીકા ઉપર જવાનોએ મન મુકીને ડાન્સ કર્યો હતો.વાત કરીએ તો સવારથી જ ગલી અને વિસ્તારોમાં હોળીના શોર શરૂ થઈ ગયો હતો. રંગોની સાથે હોળીનો તહેવાર ઉજવ્યો હતો. રંગ બરસે ભીગે ચુનરવાલી.. અંગ સે અંગ મિલાના… અને ભોજપુરી હોળીના ગીતો ઉપર યુવાઓ ઝુમ્યા હતાં.આ વર્ષે હર્બલ રંગોને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. એક હાથમાં ફુગા અને બીજા હાથમાં રંગ પકડેલા યુવાઓ જોશમાં જોવા મળ્યાં હતાં. યુવકોની સાથે યુવતિઓ ઉપર પણ હોળીનો રંગ ઘેરો બન્યો હતો. ઘરમાં પણ પરિવારના સદસ્યોની સાથે યુવતિઓ અને મહિલાઓએ હોળી રમીને ઉજવણી કરી હતી.
