ગુજરાતમાં શિક્ષણ નું સ્તર કથળી ગયું છે સરકારી સારી શાળાઓ ને પ્રોત્સાહન નહિ મળતા બંધ થઈ રહી છે અને સારા ડિઝાઈન વાળા ડ્રેસ અને દેખાવ કરનારી ખાનગી શાળાઓ વધી ગઈ છે જેમાં ઓછા પગારવાળા લાયકાત વગર ના શિક્ષકો ની આડેધડ કરાતી ભરતી ના લીધે બાળકો યોગ્ય શિક્ષણ થી વંચિત રહેતા શિક્ષણ સામે ગંભીર સવાલો ઉભા થયા છે અગાઉ શાળાઓ માં બાળકો ને પાયા માં શ્રમ નું મહત્વ અને સંસ્કાર નું સિંચન કરાતું હતું જેમાં શાળા ની સફાઈ,શણગાર,માટલું જાતે ભરવું, ઊંચા ગ્લાસે પાણી પીવું વગરે બાળકો ને પ્રેક્ટિકલ નોલેજ સાથે તાલીમ બદ્ધ શિક્ષણ આપતું હતું તેના બદલે હવે વિવિધ નિરર્થક ચોકલેટ ડે, રોઝ ડે, ડ્રેસ ડે, વેલેન્ટાઈન ડે સહિત પશ્ચિમી સંસ્કૃતિ એ ડાટ વાળ્યો છે ત્યારે ભાર વિનાનું ભણતર,બુનિયાદી શિક્ષણ ગાયબ થઈ ગયું છે આવા સમયે જ વિધાનસભામાં શિક્ષણમંત્રીએ આપેલી માહિતી ચોંકાવનારી છે, રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના અને તાલીમ વિનાના 4510 શિક્ષકો હોવાની તેઓ એ કબૂલાત કરી છે. એક બાજુ, તાલીમ અને લાયકાત ધરાવતા શિક્ષકોને નોકરીઓ મળતી નથી અને બીજી બાજુ, અણઘડ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણમાં ચાલતી લોલમલોલને ઉઘાડી પાડવા પ્રશ્ન પૂછ્યા હતા કે સરકારે ઠરાવેલી શૈક્ષણિક લાયકાત અને નિયત તાલીમ વગરના શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે કે કેમ? આ પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ કબૂલ્યું હતું કે રાજ્યના 6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના છે.
પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો અંગે શિક્ષણમંત્રીએ આપેલા જવાબમાં કહ્યું હતું કે અમદાવાદમાં 2967, ગાંધીનગરમાં 148, પાટણમાં 45, અમરેલીમાં 319, બનાસકાંઠામાં 443 અને રાજકોટમાં 588 લાયકાત વિનાના પ્રાથમિક શિક્ષકો કામ કરી રહ્યા છે.
આવા લાયકાત વિનાના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે RTE 2009 અમલમાં આવ્યા પહેલાં ધોરણ 1થી 7ની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટે પીટીસીની લાયકાત ગણવામાં આવતી હતી, આર.ટી.ઈ. એકટ અમલમાં આવ્યા બાદ ધોરણ 1થી 5 માટે પીટીસી સમકક્ષ અને ધોરણ 6થી 8 માટે તાલીમી સ્નાતક કક્ષાની લાયકાત નક્કી કરવામાં આવેલી છે. એટલું જ નહીં, આ ઉપરાંત તાલીમી શિક્ષકો ના મળવાને કારણે આવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવા અંગે જે-તે શાળાઓને નોટિસ આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે.
જોકે,શિક્ષણ ને જડમૂળથી ફેરફાર કરવા પાયા ના સિદ્ધાંત બદલવા પડશે,જેમાં અગાઉ ના પાસાઓ નો અભ્યાસ કરવો અનિવાર્ય બની ગયો છે.
