અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાના સૌથી વધારે કેસો નોંધાતા તંત્ર વધારે ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. હાલમાં IIM માં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. ત્યારે હવે અમદાવાદ GTU માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે.
અમદાવાદ GTU માં વી.સી. ડૉ.નવીન શેઠ બાદ વધુ અધિકારીઓ પોઝિટિવ આવ્યાં છે. હવે રજીસ્ટાર કે.એન.ખેર પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. તો રજીસ્ટાર સહિત અન્ય 10 કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યાં છે. GTU માં કોરોનાનો પગ પેસારો થતાં સંસ્થામાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યારે જીવલેણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. IIMના સ્ટુડન્ટ અને મેનેજમેન્ટ સ્ટાફના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. 70 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા IIM કેમ્પસમાં પણ ફફડાટ મચ્યો છે.
અમદાવાદની IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. IIM અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળીને વધુ 16 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. આ પહેલાં સોમવારના રોજ પણ IIM ના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં.
ઉત્તર-પશ્ચિમ ઝોનના આરોગ્ય અધિકારી મેહુલ આચાર્યએ જણાવ્યું કે અમદાવાદ આઇઆઇએમમાં 29 માર્ચ સુધીમાં કેસનો આંક 70 પર પહોંચ્યો છે. આઇઆઇએમમાં 28 માર્ચના રોજ 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કે 27 માર્ચના રોજ 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતાં.