કોરોનાવાયરસ માણસોમાં કઈ રીતે ફેલાયો એ વિશે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ચર્ચાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ટીમ તરફથી એક મોટો દાવો કરવામાં આવ્યો છે. WHOના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વાયરસ શક્ય છે કે ચામાચીડિયાંમાંથી કોઈ બીજા જાનવર(ઇન્ટરમિડિયરી) દ્વારા માણસો સુધી પહોંચી ગયો છે. એક્સપર્ટ્સે આ વાયરસ વુહાન(ચીન)ની લેબમાંથી લીક થયો હોવાની વાતને ફગાવી દીધી છે. એક્સપર્ટસની ટીમે વાયરસના માણસ સુધી પહોંચવાના કારણને લઈને કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે WHOના એક્સપર્ટ્સની ટીમ કોરોનાવાયરસના ઓરિજિનની માહિતી મેળવવા માટે ચીન ગઈ હતી. આ અંગે મંગળવારે ડિટેલ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અડહેનોમ ગ્રેબ્રિયીસસનું કહેવું છે કે ઈન્ટરનેશનલ એક્સપર્ટ્સ પ્રેસ-કોન્ફરન્સ કરીને જણાવશે કે તેમની તપાસમાં શું પ્રકાશમાં આવ્યું. આ સિવાય તેમણે કહ્યું હતું કે આ મહામારીના ઓરિજિનને લઈને આગળ વધુ સ્ટડીની જરૂરિયાત છે. કોરાનાવાયરસના કારણે 15 મહિનામાં વિશ્વમાં 27 લાખ લોકોનાં મોત થયાં છે. આ સંક્રમણને કારણે ગત વર્ષે વિશ્વની સરકારોએ ટોટલ લોકડાઉન કરવું પડ્યું હતું. આ લઈને સખતાઈ હાલ પણ ચાલુ છે. લોકડાઉનને કારણે ભારત સહિત વિશ્વના દેશોની ઈકોનોમીને ઘણું નુકસાન થયું છે.
