ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે તો બીજી તરફ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થવાનો સીલસીલો ચાલુ રહ્યો છે આ બધા વચ્ચે હવે મહેસૂલમંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડતાં તેઓને તાત્કાલિક તેમના નિવાસસ્થાન ખાતે લઈ જવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે. આજે એક મંત્રી ક્વોરન્ટીન પૂરો કરીને ગૃહમાં આવ્યા છે ત્યારે કૌશિક પટેલ ની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે.
મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ ની આમતો ગઈ કાલ થી જ તબિયત સારી ન હતી અને રાતે ભોજન લીધા બાદ અપચા જેવી ફરિયાદ કરતા હતા અને વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળતી વખતે વોમિટ થતા તબિયત બગડતા ઘરે લઈ જવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.
