મુંબઇઃ ભારતીય શેરબજારમાં મંગળવારે બે મહિનાનો સૌથી મોટો એક દિવસયી ઉછાળો નોંધાયો અને સેન્સેક્સ તેની મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સપાટીને કુદાવી તેની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો થયો છે. મંગળવારે
સેન્સેક્સ 1128 પોઇન્ટ ઉછળીને 50136ના લેવલે બંધ થયો હતો. તો નિફ્ટી 338 પોઇન્ટ વધીને 14845ના લેવલ બંધ થયો હતો. આજે આઇટી અને એફએમસીજી સ્ટોકમાં જંગી લેવાલીની સાથે સાથે નીચા ભાવે ફરી લેવાલી નીકળતા શેરબજારમાં બે મહિનાનો મોટો ઉછાળો નોંધાયો છે.
બે મહિનાના સૌથી મોટા એક દિવસીય ઉછાળાની સાથે સાથે સેક્ટોરિયલ ઇન્ડાઇસિસના તમામ ઇન્ડેક્સ વધ્યા હતા. જેમાં આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 3.5 ટકા વધ્યો હતો તો ટેક ઇન્ડેક્સ 3.1 ટકા સુધર્યો હતો. તો મેટલ ઇન્ડેક્સ અઢી ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.1 ટકા, એફએમસીજી સવા બે ટકા, હેલ્થકેર 2.3 ટકા વધ્યા હતા. તો બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 1 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.3 ટકા વધ્યો હતો.
આજે મંગળવા સેન્સેક્સના 30માંથી 27 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા તો નિફ્ટીના 50માંથી 46 બ્લુચિપ સ્ટોક સુધર્યા હતા. આજે બીએસઇ ખાતે 1551 કંપનીઓના શેર વધીને જ્યારે 1402 કંપનીના શેર ઘટીને બંધ થયા હતા જેના પગલે શેરબજારની માર્કેટબ્રેડ્થ પોઝિટિવ બની હતી. શેરબજારમાં છેલ્લા બે મહિનાનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો આવતા આજે મંગળવારે બીએસઇની માર્કેટકેપ 3.5 લાખ કરોડ રૂપિયા વધીને 204.77 લાખ કરોડ રૂપિયા થઇ હતી.