સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને સોશિયલ મીડિયા ઉપર યુવતી સાથે થયેલી ફ્રેન્ડશીપ ભારે પડી છે. યુવતીએ શરુઆતમાં મોબાઈલ ઉપર ચેટીંગ કર્યા બાદ વીડિયો કોલ કરી બંને જણા નિર્વસ્ત્ર થયા હતા. જેનું યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કરી વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી એક લાખની માંગણી કરી હતી. આ સાથે ટોળકીના સાગરીતે એલસીબીના નામે ફોન કરી પતાવટના બહાને ધમકાવ્યો હતો. જોકે, યુવકની ફરિયાદને આધારે સરથાણા પોલીસે છટકું ગોઠવી નાણાં લેવા આવેલા ટોળકીના એક સાગરીતને ઝડપી પાડ્યો હતો. છેલ્લે રૂપિયા 45 હજાર આપવાનું નક્કી થયું હતું. બીજી તરફ સંજયે આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરી આખી સ્ટોરી કહી હતી. જેથી હનીટ્રેપ ટોળકીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતુ અને તે મુજબ સંજયે પૈસા આપવાની તૈયારી બતાવી પૈસા લેવા માટે વરાછા મીનીબજાર વૈશાલી વડાપાઉ પાસે બોલાવ્યો હતો. ત્યાં સંજય પાસે એક અજાણ્યો આવ્યો હતો અને જયરાજ સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી ત્યારે જયરાજનું સાચુ નામ સંદીપ વાળા હોવાની બહાર આવ્યું હતું. છટકુ ગોઠવીને નજીકમાં ઉભેલા પોલીસે ખંડણીના નાણા લેવા આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં યુવકે તેનું નામ દિવ્યાંગ કમલેશ ભટ્ટી (ઉ.વ.19.રહે, નીલકંઠ સોસાયટી મારૂતી ચોક વરાછા) હોવાનુ જણાવ્યું હતું અને તેને ગામના સંદીપ જોરુભા વાળાએ પૈસા લેવા માટે મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સંજયની ફરિયાદ લઈ સુમીતા શર્મા, સંદીપ જોરુભા વાળા (રહે, સીમરણ સાવરકુંડલા અમરેલી) અને દિવ્યાંગ ભટ્ટી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
