ગુજરાતમાં કોરોના ની સ્થિતિ વકરી છે. અમદાવાદ, વડોદરા, સુરત બાદ હવે ગાંધીનગર માં પણ કેસો વધ્યા છે અને ખાસ કરીને સચિવાયલ અને વિધાનસભામાં નેતાઓ,અધિકારીઓ ચેપગ્રસ્ત બની રહ્યા છે. સચિવાયલમાં 17 અધિકારીઓ અને કર્મચારીઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. સીએસ ઓફિસમાં જોઈન્ટ સેક્રેટરીના અંગત મદદનીશ સહિત બે કર્મચારીઓ સંક્રમિત થયાં છે.ચાર મંત્રીઓની ચેમ્બરમાં અંગત સચિવ સહિતના અધિકારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.મહત્વના વિભાગોના આઠ જેટલા ડેપ્યુટી સેક્રેટરીઓ ઉપરાંત છેલ્લા બે દિવસમાં સચિવાલયમાં 71 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયાં છે. હાલના બજેટ સત્ર દરમિયાન જ 14 જેટલા ધારાસભ્યોને ચેપ લાગ્યો છે. બંદોબસ્તમાં રહેલા છથી વધારે સુરક્ષા કર્મચારીઓને પણ કોરોના થયો છે. મોટાભાગના કોરોનાગ્રસ્ત ધારાસભ્યો, અધિકારીઓ હોમ ક્વોરન્ટાઈન છે.
ગાંધીનગર સર્કિટ હાઉસના મેનેજર સહિત 17 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અહીં રોકાણ કરનાર સરકારી બાબુઓ માં ગભરાટ જોવા મળ્યો છે.સર્કિટ હાઉસમાં કોરોના ના કેસો આવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે.
