વલસાડ જિલ્લા માં કોરોના ના કેસો વધ્યા છે અને આજ સુધી 135 RTCR પોઝીટિવ કેસો સામે આવ્યા છે પણ એમાંય છેલ્લા આઠ કે નવ દિવસ માં જ 82 કેસો સામે આવ્યા છે.
જોકે,વલસાડ ની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ હોસ્પિટલ તેમજ આરોગ્ય વિભાગ ના સી.એચ.સી. સેન્ટરો સહિત ખાનગી હોસ્પિટલો માં જ 100 થી નીચે કોરોના ના કેસો હોવાની વાતો વચ્ચે રેપીડ ટેસ્ટ માં કોરોના પોઝીટીવ આવતા દર્દીઓ નો આંક ખુબજ મોટો છે જોકે,તેને સત્તાવાર જાહેર કરાતો નથી જે હકીકત છે.
આમ વલસાડ જિલ્લા માં કોરોના ના કેસ અને મૃત્યુ આંક વધ્યો છે જે ખુબજ ચોંકાવનારી સંખ્યા છે.
પણ કોરોના સ્પ્રેડ થવાના મુખ્ય કારણો માં હાલ જે સરકારી ગાઈડ લાઈન નો અમલ થવો જોઈએ તે થતો નહિ હોવાનું સામે આવી રહ્યું છે અહીં જાહેર માં તેનો ભંગ થઈ રહ્યો છે.
ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર કોરોના ના નિયમો નો અમલ કરાવવા માં સ્થાનિક તંત્ર અસરકારક જણાતું નથી અને જનતા માં પણ જાગૃતિ નો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ શહેર અને જિલ્લામાં કોરોના અંગે જાગૃતિ નહિ આવે તો આગામી સમય માં કોરોના વિસ્ફોટ થવાની શકયતા જણાઈ રહી છે.
