નવી દિલ્હીઃ નવી કરપ્રણાલી GST હેઠળ સરકારની વેરાકીય આવક સતત વધીને માર્ચમાં ફરી નવી વિક્રમી ઉંચાઇએ હોંચી ગઇ છે. આજે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ માર્ચ 2021માં GST ક્લેકશન વધીને 1,23,902 લાખ કરોડ રૂપિયા નોંધાયુ છે જે અત્યાર સુધીનું સૌથી વધુ રેકોર્ડ બ્રેક ક્લેકશન છે. આમ દેશમાં છઠ્ઠા મહિને GST ક્લેક્શન એક લાખ કરોડ રૂપિયાની ઉપર રહ્યુ છે તેમજ વાર્ષિક સરખામણીએ માર્ચ 2021માં GST ક્લેક્શનમાં 27 ટકાનો વધારો નોંધાયો છે.
આજે નાણાંકીય મંત્રાલય દ્વારા માર્ચ 2021ના રાજ્ય પ્રમાણે જીએસટી ક્લેક્શનના આંકડા રજૂ કર્યા છે. જેમાં ગુજરાતમાં માર્ચ મહિનામાં 8197.04 કરોડ રૂપિયાનું જીએસટી ક્લેક્શન થયુ છે જે વાર્ષિક તુલનાએ 20 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચ 2020માં ગુજરાતનું જીએસટી ક્લેક્શન 6820.46 કરોડ રૂપિયા હતુ.
State-wise growth of GST Revenues during March 2021[1]
State | Mar-20 | Mar-21 | Growth | |
1 | Jammu and Kashmir | 276.17 | 351.61 | 27% |
2 | Himachal Pradesh | 595.89 | 686.88 | 15% |
3 | Punjab | 1,180.81 | 1,361.85 | 15% |
4 | Chandigarh | 153.26 | 165.27 | 8% |
5 | Uttarakhand | 1,194.74 | 1,303.57 | 9% |
6 | Haryana | 4,874.29 | 5,709.60 | 17% |
7 | Delhi | 3,272.99 | 3,925.97 | 20% |
8 | Rajasthan | 2,820.44 | 3,351.79 | 19% |
9 | Uttar Pradesh | 5,293.72 | 6,265.01 | 18% |
10 | Bihar | 1,055.94 | 1,195.75 | 13% |
11 | Sikkim | 189.33 | 213.66 | 13% |
12 | Arunachal Pradesh | 66.71 | 92.03 | 38% |
13 | Nagaland | 38.75 | 45.48 | 17% |
14 | Manipur | 35.89 | 50.36 | 40% |
15 | Mizoram | 33.19 | 34.93 | 5% |
16 | Tripura | 67.1 | 87.9 | 31% |
17 | Meghalaya | 132.72 | 151.97 | 15% |
18 | Assam | 931.72 | 1,004.65 | 8% |
19 | West Bengal | 3,582.26 | 4,386.79 | 22% |
20 | Jharkhand | 2,049.43 | 2,416.13 | 18% |
21 | Odisha | 2,632.88 | 3,285.29 | 25% |
22 | Chhattisgarh | 2,093.17 | 2,544.13 | 22% |
23 | Madhya Pradesh | 2,407.40 | 2,728.49 | 13% |
24 | Gujarat | 6,820.46 | 8,197.04 | 20% |
25 | Daman and Diu | 94.91 | 3.29 | -97% |
26 | Dadra and Nagar Haveli | 168.89 | 288.49 | 71% |
27 | Maharashtra | 15,002.11 | 17,038.49 | 14% |
29 | Karnataka | 7,144.30 | 7,914.98 | 11% |
30 | Goa | 316.47 | 344.28 | 9% |
31 | Lakshadweep | 1.34 | 1.54 | 15% |
32 | Kerala | 1,475.25 | 1,827.94 | 24% |
33 | Tamil Nadu | 6,177.82 | 7,579.18 | 23% |
34 | Puducherry | 149.32 | 161.04 | 8% |
35 | Andaman and Nicobar Islands | 38.58 | 25.66 | -33% |
36 | Telangana | 3,562.56 | 4,166.42 | 17% |
37 | Andhra Pradesh | 2,548.13 | 2,685.09 | 5% |
38 | Ladakh | 0.84 | 13.67 | 1527% |
97 | Other Territory | 132.49 | 122.39 | -8% |
99 | Centre Jurisdiction | 81.48 | 141.12 | 73% |
Grand Total | 78693.75 | 91869.7 | 17% |
આજે નાણાં મંત્રાલયે જણાવ્યુ કે, GST, આવકવેરા અને કમસ્ટ ડ્યૂટી ઇન્કમટેક્સ સિસ્ટમ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી મળતા આંકડાઓનો ઉપયોગ કરીને બોગસ-બિલિંગ પર બાજ નજર રાખવામાં આવી છે અને તેનાથી GST ક્લેકશનમાં સતત વધારો થઇ રહ્યો છે.
માર્ચ 2021માં સરકારને GST હેઠળ 1,23,902 કરોડ રૂપિયાની વસૂલાત થઇ છે, જેમાં સેન્ટ્રલ GSTના 22,973 કરોડ રૂપિયા, સ્ટેટ GSTના 29,329 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ GSTના 62,842 કરોડ રૂપિયા (વસ્તુઓની આયાતથી મળશે 31,097 કરોડ રૂપિયા સહિત), અને સેશના 8,757 કરોડ રૂપિયા (ચીજવસ્તુઓની આયાત પર પ્રાપ્ત થયેલ 935 કરોડ રૂપિયા સહિત) શામેલ છે.
નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે, માર્ચ 2021નું દરમિયાન જીએસટી ક્લેક્શન, દેશમાં નવી કરપ્રણાલી GSTની શરૂઆત પછી સૌથી વધારે અને સતત છઠ્ઠા મહિને 1 લાખ કરોડથી વધારે GST ક્લેક્શન દર્શાવે છે. ફેબ્રુઆરી 2021માં GST ક્લેક્શન 1.13 લાખ કરોડ રૂપિયા, જાન્યુઆરીમાં 1,19,875 કરોડ રૂપિયા નોંધાયુ હતુ.