દેશ માં કોરોના વાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે છત્તીસગઢમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કોરોના વાયરસે મ્યૂટેટ થઈ બદલાયેલું રૂપ જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં 5 નમૂનામાં કોરોનાના નવા વેરિએન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે તેની અસર અંગે ડોકટર્સને કોઈ જ જાણકારી નથી. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવા વેરિએન્ટ શરીરના ઈમ્યૂન સિસ્ટમને નબળું કરવામાં સક્ષમ છે. જેને N-440 નામ આપવામાં આવ્યું છે.
આમ અહીં કોરોના નું નવું રૂપ સામે આવતા આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે.
જોકે અહીં વાયરસના નવા વેરિએન્ટ પર રિસર્ચની કોઈ જ વ્યવસ્થા નથી. રાયપુર AIIMS દરેક સપ્તાહે કેટલાંક નમૂનાને નેશનલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલે છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ તેની તપાસ પછી રિપોર્ટ જાહેર કરી શકે છે. તેના માટે નવા વેરિએન્ટ કે વાયરસના મ્યૂટેટ હોવાની માહિતી સામે આવી છે. ગત સપ્તાહે આ પહેલી વખત થયું, જ્યારે વાયરસમાં બેવડા મ્યૂટેશનનો ખ્યાલ આવ્યો હતો.
છત્તીસગઢમાં કોરોનાનો પહેલો દર્દી 18 માર્ચ 2020નાં રોજ સામે આવ્યો હતો. તે એક યુવતી હતી, જે લંડનથી રાયપુર પરત ફરી હતી. ત્યારથી આ વાયરસ 3,49,187 લોકોને પોતાની ઝપેટમાં લઈ ચુક્યો છે. જેમાંથી 3.19 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે. 4,170 લોકોને આ બીમારીને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. બુધવારે પ્રદેશમાં એક દિવસમાં 4,563 નવા કેસ મળ્યાં છે, તો 28 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયા છે.
છત્તીસગઢ માં કોરોના ના બદલાયેલા રૂપ મામલે તપાસ શરૂ થઈ છે.
