દિલ્હીમાં કોરોના વિસ્ફોટ થયો છે અને કોરોના ના 2790 નવા કેસ આવવા સાથે 9 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ 6,65,220 થઈ જવા સાથેઅત્યાર સુધીમાં 11, 036 લોકોના મોત થઇ જતા સ્થિતિ ની ગંભીરતા જોતા સીએમ અરવિંદ કેજરીવાલે સાંજે 4 વાગે પોતાના નિવાસ પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, સ્વાસ્થ્ય વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ હાજર રહેશે અને દિલ્હી માંવધતા જતા કેસને રોકવા માટે એક્શન પ્લાન, રસીકરણની હાલની સ્થિતિ, કેન્ટોનમેન્ટ ઝોન સહિત વર્તમાન કોરોના કેસની મેપિંગ અને તૈયારીઓ અંગે સમિક્ષા થશે.
