મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લવ-જેહાદનો એક મામલો સામે આવ્યો છે. અહીં માહિદે મોહિત બનીને 15 વર્ષીય એક કિશોરીને ફસાવી હતી. તેની સાથે દુષ્કર્મ કર્યું અને પોતાના દોસ્તો દ્વારા પણ તેની સાથે ગેંગરેપ કરાવ્યો. કિશોરી ગર્ભવતી થઈ ત્યારે તેને તેની બહેન પાસે મોકલી દીધી. આ ઘટનામાં ઉજ્જૈનમાં કેસ નોંધાયો છે, પણ તપાસ 3 રાજ્યમાં થવાની છે. પીડિતા મધ્યપ્રદેશના બડવાનીની રહેવાસી છે તે કામ માટે મહારાષ્ટ્રના માલેગાંવમાં ગઈ હતી, જ્યાં તેને યુપીના ઓરૈયામાં રહેતો માહિદ મળ્યો. માહિદે પીડિતાને પોતાનું નામ મોહિત હોવાનું કહ્યું હતું અને દગો કરીને તેની સાથે મિત્રતા કરી હતી. માહિદ તેને પોતાની સાથે માલેગાંવથી પુણે, દિલ્હી અને પછી ઓરૈયા લઈ ગયો. આ દરમિયાન તેના મિત્રોએ પણ કિશોરી સાથે દુષ્કર્મ કરવાનું શરૂ કરી દીધું. એસઆઈ રશીદ ખાને કહ્યું હતું કે ઘટનાની તપાસ થઈ રહી છે. આ કેસ અનેક શહેરો સાથે સંબંધિત છે, તેથી કેસ બડવાની ટ્રાન્સફર કરવામાં આવશે. ‘માહિદ મને માલેગાંવમાં મળ્યો. તેણે મને તેનું નામ મોહિત જણાવ્યું અને દોસ્તી કરી. તેણે મારી સાથે દુષ્કર્મ કર્યું. તેના પછી ઓરૈયા અને દિલ્હી લઈ ગયો. ત્યાં તેના બે દોસ્ત કમાલ અને ખુરશીદે પણ દુષ્કર્મ કર્યુ. ઈનકાર કરું તો એસિડથી બાળવાની ધમકી આપતા હતા. માહિદે મને પુણે, માલેગાંવ, ઓરૈયા અને દિલ્હીમાં રાખી. ત્રણેય દિલ્હીમાં ગેંગ ચલાવે છે.’
