મુંબઇઃ શું તમે બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવાનું વિચારી રહ્યા છો? જો જવાબ હા, છે તો તમારી મારે એક ફાયદાના સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ ખાનગી ક્ષેત્રની અગ્રણી ધિરાણકર્તાએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કર્યો છે. ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFCએ તેના ખાતાધારકોને મોટી ભેટ આપી છે. આજે HDFC એ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં 0.25 ટકાનો વધાર્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર આ નવા વ્યાજદર 30 માર્ચથી લાગુ થઇ ગયા છે. HDFC એ 33થી 99 મહિના સુધીની મુદ્દતી થાપણો પર ચૂકવાતા વ્યાજદરમાં વધારો કર્યો છે.
HDFC એ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર એવા સમયે વધાર્યા છે જ્યારે બેન્કો મુદ્દતી થાપણો પરના વ્યાજદર ઘટાડી રહી છે. HDFCએ પોતાની વેબસાઇટ પર જણાવ્યુ કે, 33 મહિને પાકતી 2 કરોડ રૂપિયા સુધીની મુદ્દતી થાપણ પર હવે વાર્ષિક 6.20 ટકાના દરે વ્યાજ મળશે.
તો 66 મહિનાની FD ઉપર 6.60 ટકા વ્યાજ મળશે. HDFCના જણાવ્યા મુજબ 99 મહિનાની ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે થાપણદારોને 6.65 ટકા વ્યાજદર ચૂકવવામાં આવશે.
ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં સિનિયર સિટીઝનો માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે અને તેને સામાન્ય લોકોની તુલનાએ 0.25 ટકા વધારે વ્યાજ ચૂકવવામાં આવશે. HDFCને રેટિંગ એજન્સી ક્રિસિલ અને ઇકરાએ ટ્રિપલ-એ રેટિંગ આપ્યુ છે. HDFCની નાણાંકીય સ્થિતિ ઘણી સદ્ધર છે.