ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવતા કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે આજ રોજ રાજ્યમાં ગત રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ અમદાવાદ અને સુરતની જોવા મળી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2640 કેસો નોંધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. તો નવા 11 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4539 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2066 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,94,650 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.21 ટકા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 13,559 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 158 દર્દીઓ છે જ્યારે 13,401 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,94,650 છે તો કુલ મૃત્યુઆંક 4539 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 11 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 1 અને ભરૂચમાં પણ 1 એમ કુલ 11 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.