કોરોના ના સમય માં અનેક ધંધા પડી ભાંગ્યા છે ત્યારે માયા નગરી મુંબઈમાં ફિલ્મ અને ટીવી માં નાનું મોટુ કામ કરતા કેમેરામેન,કલાકારો,લાઈટ મેન નો ધંધો પડી ભાંગતા તેઓ બેકાર બની ગયા છે,મોડલો ની હાલત પણ કફોડી છે ત્યારે ટીવી સિરિયલ માં કામ કરતા કલાકાર પણ બેકાર બની જતા એક ફેમસ સિરિયલ નો કલાકાર ક્રાઈમ કરતા પકડાતા પોલીસ ચોંકી ઉઠી છે.
વાપી સહિત મુંબઈ અને થાણે જેવા વિસ્તારમાં એટીએમમાંથી પૈસા કઢાવવામાં મદદ કરવા નો દેખાડો કરી ચાલાકીથી એટીએમ કાર્ડની બદલી કરીને છેતરપિંડી કરનારી ગેંગ વિરાર ક્રાઈમ બ્રાન્ચ ના હાથે ઝડપાતા તેમાં એક આરોપીમાં એક ટીવી કલાકાર પણ છે. જે લોકડાઉનને કારણે કામ નહીં મળતાં ઠગ બની ગયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
એટીએમ માંથી પૈસા કંઈ રીતે કાઢવા તેવું કન્ફ્યુઝન અનુભવતા સિનીયર સીટીઝન કે અજાણ લોકોને આ ટોળકી ટાર્ગેટ કરતી હતી અને પૈસા કાઢી આપવાનું કહીને છેતરપિંડી કરતા હતા. આવી અનેક ફરિયાદો આવતાં પોલીસે વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી પાંચ આરોપીઓ ને ઝડપી લીધા હતા જેમાં ધર્મેન્દ્રકુમાર દુબે (40), અજય ભગેલુ શુક્લા (33) વસઈના રહેવાસી છે, જ્યારે બબલુ જોખન સરોજ (35), જિતેન્દ્રકુમાર લાલજીતકુમાર ચમાર (24), બ્રિજેશ ઈન્દ્રજિત ચૌહાણ (22) નો સમાવેશ થાય છે જેઓ કાંદિવલીમાં રહેતા હોવાનું ખુલ્યું છે. આરોપીઓ પાસેથી વિવિધ બેન્કનાં 60 એટીએમ કાર્ડ જપ્ત કરાયા છે.
ઉપરાંત આ ગુના માટે તેઓ ઉપયોગમાં લેવાયેલી રિક્ષા, બાઈક મળી 2.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એટીએમ કાર્ડની તપાસ કરતાં આરોપીઓ સામે વાપીના ડુંગરા અને વિરાર, તુળીંજ અને ભિવંડીમાં ગુનાઓ દાખલ હોવાનું જણાયું છે.
આ આરોપીઓ પૈકી
અજય શુક્લા નામના આરોપી એ અનેક સિરિયલમાં કામ કર્યુ હોવાનું તપાસ માં બહાર આવ્યું છે.
અજય શુક્લાએ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા, ગણેશા, અકબર બિરબલ જેવી સિરિયલો અને અમુક વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂક્યો છે. જોકે કોરોના આવતા ધંધા ઠપ્પ થઈ જતા કોઈ કામ નહીં મળતાં તેણે પૈસા કમાવા માટે આ વિકલ્પ પસંદ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આમ કોરોના માં કલાકારે પણ આ માર્ગ પસંદ કરતા ભારે ચર્ચા ઉઠવા પામી હતી.