ભાજપ દ્વારા આગામી વર્ષે આવનારી ચુંટણીઓ માટે અત્યાર થી જ પાયા ની તૈયારીઓ શરૂ કરી છે અને તમામ જગ્યા એ છવાઈ જવા માટે પ્લાનિંગ કરી દીધું છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં યોજાનારી ચૂંટણી પૂર્વે 283 સભ્યોની બનેલી કારોબારીની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાનદાર વિજય મેળવ્યા બાદ હવે ગુજરાત ભાજપે પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાં નામ જાહેર કર્યાં છે. પ્રદેશ મહામંત્રીઓની વાત કરીએ તો પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, પ્રદેશ કાર્યાલય અને અમદાવાદ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભાર્ગવ ભટ્ટને મધ્યઝોન તેમજ રજની પટેલને કચ્છ અને ઉત્તર ઝોનની અને વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપી છે તેમજ પ્રદેશ મીડિયા સહ-કન્વીનર કિશોર મકવાણા હવેથી પ્રદેશના સહ-પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવશે.
આમ ભાજપ ની ચૂંટણી અગાઉ ની વ્યૂહ રચના નો પાયો નાખી દેવામાં આવ્યો છે અને વિધાન સભા ની તમામ બેઠકો અંકે કરવા પ્લાનિંગ શરૂ કર્યું છે.
