નોકરીયાત અને પગારદાર લોકોની પગાર સ્લીપમાં CTC અને ગ્રોસ તેમજ નેટ સેલેરી જેવા શબ્દોનો ઉલ્લેખ હોય છે પરંતુ ઘણા લોકોને આ શબ્દો અંગે વધારે માહિતી હોતી નથી. આજે અમે તમને CTC તેમજ ગ્રોસ અને નેટ સેલેરી વચ્ચેના તફાવત વિશે જણાવીશુ, તો ચાલો જાણીયે…
તાજેતરમાં જ સમાચારો આવી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રીલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં નવી વેતન સંહિતા (ન્યુ વેજ કોડ)ની અમલમાં લાવી છે. પરંતુ રાજ્યો તરફથી તૈયારી નહીં હોવાના કારણે તથા બીજા અન્ય કારણોમાંથી તેને ટાળી દીધી છે. સરકારે 29 કેન્દ્રીય લેબર કાયદાને મળીને 4 નવી સંહિત તૈયાર કરી છે. જે અંતર્ગત આવનારી નવી વેતન સંહિતાના પ્રાવધાન અનુસાર કર્મચારીનો બેઝીક પગાર તેના સીટીસી કરતા 50 ટકા વધારે કે તેટલો જ હોવો જોઈએ. પરંતુ શું તમને ખબર છે કે, સીટીસી, સેલેરી પેકેજ, બેઝીક સેલેરી અને ગ્રોસ સેલેરીમાં શું અંતર હોય છે ? જો તમે આ અંગે જાણવા માંગો છો તો તમારા માટે આ સમાચાર મહત્વના છે.
CTCનો અર્થઃ-
કંપની દ્વારા પોતાના કર્મચારી ઉપર વર્ષમાં ખર્ચ કરવામાં આવનારા પૈસા, કોસ્ટ ટુ કંપની એટેલે CTC . CTCને કંપનીનો ખર્ચ કહેવામાં આવે છે. તે અંતર્ગત ઘર ભાડુ, બચતમાં યોગદાન, મેડિકલ ઈન્શ્યોરન્સ અને ટેલિફોન બીલ વિગેરેનો સમાવેશ થાય છે. તો કેટલીક કંપનીઓ દ્વારા CTCમાંથી ગ્રેચ્યુઈટીનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ એક પ્રકાનું બોનસ છે. જે કંપની પોતાના કર્મચારી તેના રિટાયર્ડ થવા ઉપર કે નોકરી છોડ્યા બાદ આપે છે.
શું હોય છે ગ્રોસ સેલેરી ?
ગ્રોસ સેલેરી વાસ્તવિક રકમને દર્શાવે છે. કોઈપણ કપાત પહેલા મળનારા પગારને ગ્રોસ સેલેરી કહેવામાં આવે છે. તેમાં તમારો મૂળ પગારની સાથે સાથે પ્રોત્સાહન, બોનસ, ઘરભાડુ અને કર્મચારી ભવિષ્ય નિધિનો સમાવેશ થાય છે.
આ છે CTC અને ગ્રોસ સેલેરીનો તફાવત
ગ્રોસ સેલેરી કોઈ પણ કર્મચારીને વાર્ષિક મળનારો પગાર, ભાડુ અને એડ-ઓન લાભોનો કુલ સરવાળો છે. તો સીટીસી કંપની દ્વારા કર્મચારી ઉપર કરવામાં આવેલો કુલ ખર્ચ છે. ગ્રોસ સેલેરીમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારીના વિમાનો સમાવેશ થતો નથી. પરંતુ CTCમાં આ બંનેનો સમાવેશ થાય છે.
શું હોય છે નેટ કે ચોખ્ખા પગારનો અર્થ ?
ટેક હોમ સેલેરી કે નેટ સેલેરીને સામાન્ય ભાષામાં ચોખ્ખો પગાર કે ચોખ્ખું વેતન કહેવામાં આવે છે. તે એવી રકમ છે જે કંપની દ્વારા દરેક પ્રકારની કપાત બાદ કર્યા બાદ કર્મચારીને ચૂકવણી કરવામાં આવે છે. નેટ સેલેરી એ રકમ છે જે મહિનાના અંતમાં કંપની દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવે છે.