લંડનઃ કોરોના મહામારીથી બચવા માટે હાલ દુનિયાના ઘણા દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. જો કે બ્રિટનમાં કોરોના મહામારીથી બચવા માટે સંજીવની સમાન કોવિડ વેક્સીન જ જીવલેણ સાબિત થઇ છે. બ્રિટેનમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ 7 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 23 લોકો ગંભીર રીતે બિમારીનો ભોગ બન્યા છે. બ્રિટેનમાં કોરોનાના ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વૈક્સીન લીધા બાદ 30 લોકોની તબિયત બગડી છે. બ્રિટેનના મેડિકલ અધિકારીએ આ અંગે જણાવ્યુ હતું કે, વેક્સિનેશન બાદ તમામના માથામાં બ્લડ ક્લોટિંગની ફરિયાદ આવવા લાગી હતી. આ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમાંથી 7 લોકોએ દમ તોડ્યો છે.
ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વૈક્સીન પર યુરોપિય દેશોએ પણ બેન લગાવ્યો છે. હકીકતમાં જોઈએ તો, ગત માર્ચ મહિનામાં અમુક યુરોપિય દેશોએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વૈક્સિનનો ઉપયોગ કર્યા બાદ આ ભયના કારણે રોક લગાવી દીધી હતી. લોકોને આશંકા હતી કે, આ વેક્સિન લગાવ્યા બાદમાં લોહી જામ થઈ જાય છે. જો કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ જણાવ્યુ હતું કે, વૈક્સિન પર રોક લગાવવાનો કોઈ અર્થ નથી.
WHOના પ્રવક્તા માર્ગરેટ હૈરિસે આ અંગે જણાવ્યુ હતું કે, હાં…અમે એસ્ટ્રેજેનેકાની વેક્સિનના ઉપયોગ ચાલુ રાખવા માટે જણાવ્યુ છે. આવા કોઈ કારણ નથી કે, તેનો ઉપયોગ કરી શકાય નહીં. 12 કરોડથી વધારે લોકો સંક્રમિત થયા છે. આપને જણાવી દઈએ કે, રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણ બાદ અત્યાર સુધીમાં 12 કરોડથી વધારે કેસો સામે આવી ચુક્યા છે. તો વળી આ જીવલેણ બિમારીથી અત્યાર સુધીમાં કુલ 27 લાખથી વધારે લોકોના મોત પણ થઈ ચુકયા છે.