મુંબઇઃ ભારતીય સ્ત્રીઓનો સોના પ્રત્યેનો મોહ જગપ્રસિદ્ધ છે. ભારતીય સ્ત્રોઓને સોનાના દાગીના ખરીદવાનો અને પહેરવાનો ઘણો શોખ છે. ભારતમાં શુભ પ્રસંગોમાં ઘરની સ્ત્રોએને સોનાના દાગીના આપવાનો રિવાજ છે તેમજ ખાસ દિવસોમાં સોનું ખરીદવુ અત્યંત શુભ માનવામાં આવતુ હોવાથી ભારતીય મહિલાઓ સોનાની ખરીદી કરતી રહે છે. જો કે ભારતમાં સ્ત્રી અને પુરુષો પોતાની પાસે કેટલુ સોનું રાખી તે અંગે નિયમો અને મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમાંય પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે સોનું રાખવાની મર્યાદા અલગ-અલગ છે. તો ચાલો આ વિશે વધુ જાણીયે…
ભારતમાં ઈન્કમટેક્ષ એક્ટ 1961ના સેક્શન 132માં જણાવ્યા અનુસાર ઇન્કમટેક્ષ અધિકારીઓને તાકાત હોય છે કે તેઓ તપાસ દરમ્યાન જવૈલરી, બુલિયન તેમજ અન્ય કીંમતી ધાતુઓ જપ્ત કરી શકે છે. સરકારના નિયમ પ્રમાણે એક મહિલા પોતાની પાસે કેટલું સોનું રાખી શકે અથવા તો કેટલું સોનું ખરીદી કરી શકે તે તેમને જાણીને નવાઈ લાગશે લગ્ન કરેલી મહિલા વધારેમાં વધારે 500 ગ્રામ સોનું રાખી શકે છે. જ્યારે લગ્ન ન કર્યા હોય તેવી મહિલા 250 ગ્રામ સોનું રાખી શકે છે. જ્યારે પુરુષ 100 ગ્રામ સોનું રાખી શકે છે.
સરકારના નિયમ પ્રમાણે જવૈલરી તરીકે સોનું રાખવું યોગ્ય નથી. પરંતુ એની ખરીદી કરવા માટે તમારે રૂપિયા બતાવવા જરૂરી છે. જો તેમને જવૈલરી વારસામાં મળી છે. તો તમારે તેનું વાસીયત નામું બતાવું જરૂરી છે. વર્ષ 2016માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ કર વિભાગ (CBDT)ના જણાવ્યા અનુસાર જો તમે તમને મળેલા સોનાનો વારસામાં સબૂત આપી શકો છો તો તેમ સરકાર દ્વારા ગોલ્ડ રાખવાની છૂટ આપવામાં આવે છે.
ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ જૈન જણાવે છે કે ગોલ્ડ રાખવાની સીમા મર્યાદાઓ આઈટી રિર્ટન નહીં ભરનારા લોકો માટે છે. જો તમને વારસામાં મળેલા ગોલ્ડની સાબિતી નહી કરી શકો તો આઈટી અધિકારી તમારું ગોલ્ડ જપ્ત કરી શકે છે. આ ઉપરાંત વર્ષે 2019ના નવા નિયમ પ્રમાણે જો તમે 50,000 હજાર રૂપિયાથી વધારે સોનાની ખરીદી કરી શકો છો તો તમારે ફરજીયાત પાનકાર્ડ આપવું પડતું હોય છે. અને જેટલા પણ ગોલ્ડની ખરીદી કરો છો તે દરેકની રસીદ પણ આપવી પડતી હોય છે.