વલસાડ ની કેરી માર્કેટમાં આવી ગઈ છે સામાન્ય રીતે એપ્રિલ માસની 15 તારીખ બાદ કેરીનો પાક બજારમાં આવતો હોય છે, જોકે આ વખતે હવામાનની અસર કહો કે, ખેડૂતોની મહેનત, કેરીનો પ્રથમ જથ્થો કપરાડા તાલુકાના માંડવા માર્કેટમાં વેપારી ને ત્યાં ખેડૂત લઈને પોહચ્યાં હતા, માર્કેટમાં વેચાણ અર્થે આવેલ કેસર કેરી નો ભાવ 2,000/- રૂપીયાની એક મણ, એટલે કે 20 કિલોનો ભાવ બોલાયો હતો, આમ તોતાપુરી અને રાજાપુરી બાદ કેસર કેરીનો પ્રથમ જથ્થો કેરી માર્કેટમાં આવી પહોચતા કેરી રસિયાઓ ને કેરી નો સ્વાદ માણવા મળશે.
