કેન્દ્ર સરકારે આવનારા કેટલાક વર્ષોમાં તમામ સામાન્ય બલ્બને LED bulb સાથે બદલવાની તેયારીમાં છે. કેન્દ્રની મોદી સરકાર આવ્યા બાદ આ દિશામાં ઘણું ઝડપથી કામ થઈ રહ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે કહ્યું હતું કે, સરકારની યોજના છે કે અમે કેટલાક વર્ષોમાં નોર્મલ બલ્બને એલઈડી બલ્બમાં બદલી દઈશું. જાવડેકરે પ્રતિષ્ઠિત શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના બિઝનેસ કોન્કલેવમાં વીડિયો કોન્ફ્રેંસિંગમાં ભાગ લેતા આ વાત કહી હતી.પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર જળવાયુ પરિવર્તન સહીત પર્યાવરણ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ ઉપર બોલી રહ્યાં હતાં. તેણે કહ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા બાદ કાર્બન ઈમિશનને ઓછો કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. એલઈડી બલ્બને લઈને કરવામાં આવેલા કામની દિશામાં વાત કરતા તેણે કહ્યું હતું કે, અમે તમામ એલઈડી બલ્બ નિર્માતાઓ સાથે વાત કરી છે અને ભાવને લઈને ચર્ચા ચાલી રહી છે. પહેલા એલઈડી બલ્બ કેટલો મોંઘો હતો તે તમે લોકો જાણો છો. પરંતુ સરકારના પ્રયાસથી આજે કિંમતો 70 રૂપિયા સુધી આવી ગઈ છે.સરકારના આ પગલાની અસર સામાન્ય માણસ ઉપર પડી રહ્યો છે. કેટલાક વર્ષો પહેલા આપણા ઘરોમાં 100 વોટના બલ્બ હતા. કિંમત વધારે હોવાના કારણે એકાદ ઘરમાં એલઈડી બલ્બ લાગ્યાં હતાં. પરંતુ આજે સ્થિતિ ઘણી અલગ છે. હવે સામાન્ય માણસ પણ એલઈડી બલ્બનો ઉપયોગ કરી શકે છે. તેવામાં જાણવું જરૂરી છે કે સરકાર આખરે એલઈડી બલ્બનો ઉપયોગ ઉપર કેમ જોર આપી રહી છે.
