ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહર્યો છે. હાલની પરિસ્થિતિની ગંભિરતાને ધ્યાનમાં રાખીને આજે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કમિટી બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા 5 એપ્રિલ, સોમવારથી ધોરણ 1થી 9નું શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ કરાયો છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. હાલમાં સ્થિતિ અતિ ગંભીર બનતી જાય છે. આજે પણ ગુજરાતમાં કેસમાં વધારો નોંધાયો છે. આજે ગુજરાતમાં 2,815 કેસ નોંધાવાની સાથે 13 લોકોનાં મોત થયા છે. અમદાવાદ, સુરત અને વડોદરાની હાલત ગંભીર છે. જ્યાં કેસો અટકવાને બદલે સતત વધી રહ્યાં છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને હવે તો એક પછી એક નેતાઓ પણ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે.
આજે ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાના સેક્રેટરી પણ કોરોનાથી સંક્રમિત હોવાનું માલૂમ પડ્યો છે.
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, કોરોનાના સામાન્ય લક્ષણો જણાવતા રિપોર્ટ કરાવ્યો હતો. જે બાદ આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
— Pradipsinh Jadeja (@PradipsinhGuj) April 3, 2021
“>
આપને જણાવી દઈએ કે, પ્રદીપ સિંહ જાડેજાને કોરોના થયાં બાદ તેમની ઓફિસમાં પણ સંક્રમણ ફેલાયુ હોવાની વિગતો આવી રહી છે. ગૃહપ્રધાનને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, સારી બાબત એટલી છે કે, તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણ છે. હાલ સાવચેતી સાથે તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં છે.
ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી સૌને આગ્રહભરી વિનંતી છે કે, હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.