પ્રતિદિવસ સરેરાશ 40 હજારથી વધુ સેમ્પલોની ચકાસણી કરાઈ રહી છે. એક્ટિવ કેસોની બાબતે દુર્ગ ટોપ પર આવે છે. ત્યાં અત્યારે 10 હજાર 489 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલ અને હોમ ક્વોરન્ટીન હેઠળ સારવાર લઈ રહ્યા છે. બીજા નંબર પર રાયપુર આવે છે, ત્યાં અત્યારે 8437 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વિભાગના મીડિયાના અધાકારી ડૉ. સુભાષ પાંડે સહિત સિનીયર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. યુસુફ મેમનના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના દરમાં 8%ની વૃદ્ધિ થઈ છે અને તેની સાથે મૃત્યુંદરમાં પણ 1.2%નો વધારો થયો છે. તેઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોરોનાનું સક્રમણ ઘટે તેવા કોઈપણ એંધાણ જણાઈ રહ્યા નથી. તેવામાં જરૂરી તમામ તકેદારીઓ રાખીને જ કોરોના સંક્રમણથી બચવું જોઈએ.શુક્રવારની સવારે દુર્ગની જિલ્લા હોસ્પિટલની મરચ્યૂરીથી ભયજનક તસવીરો સામે આવી હતી. જેમાં અહીંયા કુલ 22 જેટલા મૃતદેહો પડ્યા હતા, આ તમામ શવ શંકાસ્પદ કોરોનાથી મૃત્યું પામ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેમાંથી 8 શવને ફ્રિઝરમાં રખાયા હતા, તો અન્ય 14ને ખુલ્લી જગ્યામાં 12 બાય 18ના રૂમમાં મુકવામાં આવ્યા હતા. આ તમામ મોત ગુરૂવારે સાંજે 4 વાગ્યાથી શુક્રવાર સવારે લગભગ 7 વાગ્યાની વચ્ચે મળી આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલની હાલત અત્યારે કફોડી બની ગઈ છે, તેમાં અત્યારે હાલ મૃતદેહોને પણ રાખાવની જગ્યા મળી રહી નથી. ભાગદોડમાં અત્યારે અધિકારીઓએ જ્યાં સુવિધા મળે ત્યાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.
