આજે રવિવાર થી ફરી એકવાર માસ્ક ફરજિયાત થઈ ગયું છે અને માસ્ક હશે અને નાક નીચે પણ જો રાખ્યું હશે તો પણ પોલીસ રૂ.1000 નો સ્થળ ઉપર દંડ વસુલ કરશે.
આજથી માસ્ક અભિયાન ચલાવવા પોલીસ ને કડક આદેશ અપાયા છે અને કોઈપણ બહાનું ચાલશે નહિ અને ગમેતેમ કરશો તો પણ 1000 દંડ ભરવો જ પડશે માટે 10 રૂપિયા ખર્ચી ને એક માસ્ક પહેરશો તો 1000 બચી જશે.
રાજ્ય માં કોરોના હવે ખુબજ વકર્યો છે ત્યારે આજથી હવે ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો વિરુદ્ધ અભિયાન શરૂ કરવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલિસ અધિકારીઓને આદેશ આપી દીધો છે તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરવાનું અને કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં નિર્દેશ આપ્યો છે. આ માટે શહેરો, નગરો અને મોટા રસ્તાઓ પર ઝુંબેશ ચલાવીને માસ્ક નહીં પહેરનારાં કે મોં-નાક ખુલ્લું રહે તે રીતે માસ્ક પહેરનારાં લોકો વિરુદ્ધ કડક હાથે કામ લેવા સાથે રૂ. 1 હજાર દંડની વસૂલાત કરવા જણાવ્યું છે. આ માટે કોઇપણ વ્યક્તિ સામે નરમાશથી નહીં વર્તીને તેમની સામે આકરું વલણ અપનાવવા કહેવાયું છે. પોલીસ વડાએ કહ્યું કે, કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવા ફરમાન છૂટતા ફરી પોલીસ રોડ ઉપર ગોઠવાઈ ગઈ છે.
જોકે અમદાવાદ શહેરમાં હાલ માસ્ક વિના ફરતા રોજના 600થી વધુ લોકો દંડાય છે. છેલ્લા 12 દિવસમાં પોલીસે માસ્કના કુલ 7848 કેસ કરી કુલ 78.48 લાખનો દંડ વસૂલ કર્યો છે.