ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર ફરજ બજાવતા જવાનો ના વિચારો અને સામાન્ય માનવી પ્રત્યે દયાભાવ તેમજ સમજ શક્તિ માં કેટલો ફેર છે તે વાત સાબિત કરતી એક ઘટના સામે આવી છે, પાકિસ્તાન ના એક પશુ ચરાવતા પરિવાર નો એક બાળક ભૂલથી ભારતીય સીમામાં આવી જાય છે આ 8 વર્ષના પાકિસ્તાની બાળક કરીમને BSF ના જવાનો એ જેલ માં પુરી દેવાના બદલે પાસે બેસાડી પ્રેમ થી ભોજન આપ્યું અને સાંજ સુધીમાં જ પાકિસ્તાનમાં પરત મોકલી આપ્યો હતો. જ્યારે પાકિસ્તાની સૈનિકો ની વિચારધારા ની વાત કરવામાં આવે તો કેટલાક મહિના અગાઉ ભૂલથી સીમા પાર કરી પાકિસ્તાન જતા રહેલા એક રાજસ્થાનના યુવકને પાકિસ્તાની સેનાએ જેલમાં ધકેલી દીધો છે. પાકિસ્તાનના આ અયોગ્ય વલણને લીધે આ યુવકને પરત લાવવામાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
વિગતો મુજબ રાજસ્થાન ના બાડમેરમાં પાકિસ્તાન બોર્ડર ઉપર સાંજે 5 વાગે પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ભારતીય સીમામાં એક રડી રહેલું એક બાળક જોયું હતું. 8 વર્ષના આ બાળકનું નામ કરીમ હતું અને તે બકરીઓ ચરાવતા- ચરાવતા માર્ગ ભૂલી ગયો હતો અને ભારતીય સીમા માં આવી ગયો હતો જેથી તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. ભારતીય જવાનોએ આ બાળકને છાનું રાખ્યું અને ચોકી પર લઈ જઈ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું આ 8 વર્ષનો કરીમ પાકિસ્તાનના થરપારકર જિલ્લાના નાગરપારકર તાલુકાનો રહેવાસી હતો. તેના પિતાનું નામ દમન ખાન હતુ.
બાદમાં BSFના અધિકારીઓએ પાકિસ્તાની રેન્જર્સને આ અંગે જાણકારી આપતા સાંજે સાત વાગે ખાસ ફ્લેગ મીટિંગ કરી આ મીટિંગમાં કરીમને પાકિસ્તાની રેન્જર્સને સોંપણી કરી હતી. અહીંથી જતી વખતે કરીમ ખૂબ ખુશ હતો.
બાડમેર જિલ્લાના બીજરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સજ્જન કા પાર ગામના રહેવાસી યુવક ગેમારામ 5 નવેમ્બરની રાત્રે તારબંદી પાર કરી પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં જતા જ તેની 6 નવેમ્બરના રોજ ત્યાના રેન્જર્સે ધરપકડ કરી હતી. પાકિસ્તાની રેન્જર્સે આ અંગે BSFને કોઈ જ જાણકારી આપી ન હતી. કેટલાક દિવસ સુધી તપાસ કરવા છતાં યુવક મળ્યો ન હતો.
બાદમાં BSFએ પાકિસ્તાની રેન્જર્સને આ અંગે પૂછતાં તેઓ એ ગેમારામ પાકિસ્તાનની જેલમાં બંધ હોવાની વાત સ્વીકારી હતી. ગેમારામના પરિવાર તેની રાહ જુએ છે. બાડમેર-જેસલમેરના સાંસદ અને કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી તથા ભૂતપુર્વ સાંસદ માનવેન્દ્ર સિંહે તેને પરત લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યાં છે, પણ પાકિસ્તાન હજુપણ ગેમારામ ને મુક્ત કરતું નથી આમ ભારત ના જવાનો એ માનવતા બતાવી ભૂલ થી ભારત ની સરહદ માં આવેલ બાળક ને પરત મોકલી આપ્યો અને રાજસ્થાન બોર્ડર થી ભૂલ થી સરહદ પાર પાકિસ્તાન માં જઇ ચડેલા ભારતીય ને પાકિસ્તાને જેલ માં બંધ કરી દીધો હતો.