કોરોના માં જનતા ઉપર કોઈ ને કોઈ બહાને પૈસા વસુલવાનું જાણે ચાલુ રહ્યું છે હવે સરકારે જૂના-નવા વાહનોની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એચએસઆરપીમાં રૂ. 20થી 60 સુધીનો ભાવ વધારો ઝીંકી દેતા વાહન ધરાવતા લોકો ઉપર નવો બોજો આવ્યો છે.
વિગતો મુજબ નવેમ્બર 2012થી HSRPનો અમલ થયો ત્યાર થી લઈ અત્યાર સુધીમાં બે વાર ભાવવધારો કરાયો છે. વધારેલા ભાવનો અમલ પહેલી એપ્રિલથી થયો છે. એચએસઆરપી ફિટ કરાવનાર વાહનોની નંબર પ્લેટમાંથી બ્લેક ફિલ્મ દૂર થઈ જવાની વારંવાર ફરિયાદો ઊઠી છે. આમ છતાં હજી સુધી ક્વોલિટીમાં સુધારો કરાયો નથી. તૂટી ગયેલી એચએસઆરપી બદલવા માટે ટુ વ્હીલરના રૂ.70, રિક્ષાના રૂ.80, કારના રૂ. 220 અને હેવી વાહનોના રૂ. 230 ભાવ ઉપરાંત ટેક્સ સહિતના ચાર્જ ચૂકવવાના રહેશે. હાલ વાહન ડીલર્સ દ્વારા ટુ વ્હીલર અને થ્રી વ્હીલરમાં 89, કાર 150 તેમજ હેવી મોટરમાં રૂપિયા 150 સર્વિસ ચાર્જ વસૂલાય છે
આમ ભાવ વધારો ચાલુ રહેતા લોકો હવે ત્રાસી ગયા છે.
