દેશ માં કોરોના ની આ બીજી લહેર ખૂબ ઝડપ થી પ્રસરી રહી છે અને લોકો સંક્રમણ નો ભોગ બની રહ્યા છે સાથે ન નેતાઓ તેમજ અભિનેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે તેવે સમયે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અક્ષયે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેણે પોસ્ટમાં લખ્યું કે હું દરેકને જણાવવા માંગુ છું કે આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા પ્રોટોકોલ્સને ધ્યાનમાં લેતા, હું પોતે આઇસોલેટ થયો છું. હું હોમ ક્વોરેન્ટાઇન છું અને જરૂરી તબીબી સહાય લઈ રહ્યો છું. મારા સંપર્કમાં આવતા બધા લોકો શક્ય તેટલી વહેલી તકે પોતાનો ટેસ્ટ કરાવે.
