રાજ્ય ના રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો છે અને છેલ્લા 24 કલાકમાં જ 14 દર્દીના મોત થતા ભારે ફફડાટ ફેલાયો છે અને છેલ્લા 48 કલાકમાં મોતનો આંક 30 થયો હોવાનું સામે આવ્યું છે. આથી દર બે કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું હોવાનું જણાય રહ્યું છે, કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે ગતરોજ એકજ દિવસ માં 237 કેસ નોંધાયા છે. કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગમાં ટેસ્ટિંગ સહિત વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
આમ રાજ્ય માં હવે રાજકોટમાં કોરોના ભયાનક રીતે વકરતા મુશ્કેલીઓ વધી છે.
રાજકોટમાં નવા કેસ આવવાની સ્થિતિ વધી છે પણ તેમાં કેટલો વધારો થયો છે તે જોવા આરોગ્ય વિભાગે સીડીજીઆર ચકાસતા બે જ સપ્તાહમાં નવા કેસ આવવાનો દર બમણો થયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં હાલની સ્થિતિ ને પહોંચી વળવા તમામ તબીબોની રજા રદ કરી દેવામાં આવી છે.
