છત્તીસગઢના બીઝાપુરમાં નક્સલી હુમલા માં આજે વધુ 22 જવાનો શહીદ થયા છે જેમાં 20ના મૃતદેહ મળી આવ્યા છે.
ગતરોજ અથડામણ બાદ 21 જવાન લાપતા થયા હતા. જવાનોની શોધખોળ માટે આજે શરૂ થયેલા સર્ચ ઓપરેશન દરમ્યાન વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 23 ઇજાગ્રસ્ત જવાનો ને બીજાપુર હોસ્પિટલમાં અને 7ને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અથડામણમાં 9 નક્સલિયોના પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે અને એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી અનુસાર, DRGના જવાન એક ઑપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસ ઉપર નક્સલીઓએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે 2 MI 17 હેલિકૉપ્ટર બીજાપુર મોકલાયા હતા.
પ્રધાનમંદ્રી મોદીએ સેનાના જવાનોના શહીદ થવા પર દુઃખ વ્યક્ત કરી કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય નહીં ભુલાવી શકાય. મારી સંવેદના છત્તીસઘઢમાં માઓવાદિયોથી લડતા શહીદ થનારા જવાનોના પરિવારજનો સાથે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
