આખરે મહારાષ્ટ્ર માં કોરોના બેકાબુ થતા કડક નિર્ણયો લેવાયા છે અને શનિવાર અને રવિવાર તથા રાત્રીના સમયે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે અને દિવસ દરમિયાન પણ કલમ-144 લાગૂ રહેશે પરિણામે એક જગ્યાએ પાંચ કરતા વધારે લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારનો નિર્ણય સોમવારે રાત્રે આઠ વાગ્યાથી લાગૂ રહેશે આમ એક પ્રકાર ના લોકડાઉન જેવા પગલાં ભરવામાં આવ્યા છે.
કેબિનેટે નિર્ણય કર્યો છે કે આવશ્યક ચીજવસ્તુઓની સેવા સાથે જોડાયેલા લોકોને જ રાત્રીના સમયે બહાર નિકળવા મંજૂરી મળશે. આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરેન્ટમાં બેસીને ભોજન કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે પેકિંગ સુવિધા ચાલૂ રહેશે. મહારાષ્ટ્રમાં તમામ પાર્ક બંધ રહેશે. થિયેટર પણ બંધ રહેશે. આ ઉપરાંત કોઈ મોટા શૂટિંગ માટે પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
મુંબઈમાં કોરોનાના 9,090 નવા કેસ આવ્યા છેઅને 27 લોકોના મોત થયા હતા. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 62,187 થઈ જતા હવે લોક ડાઉન જેવા નિર્ણયો લેવાયા છે જેમાં
મોલ, રેસ્ટોરેન્ટ અને બાર બંધ રહેશે,
સરકારી ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે,
હોટેલમાં બેસીને ભોજન લઈ શકાશે નહીં,સિનેમા હોલ્સ, પાર્ક અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ટ બંધ રહેશે,જાહેર પરિવહન સેવા 50 ટકા ક્ષમતા સાથે ચાલશે,
રિક્ષા, ટેક્સી અને ટ્રેન ચાલુ રહેશે,
ધાર્મિક સ્થળો બંધ રહેશે વગરે નિર્ણય લેવાયા છે.