નવીદિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિ ભયંકર બની રહી છે. ભારતમાં કોરોના વાયરસના નવા દૈનિક કેસોની સંખ્યા જૂના રેકોર્ડને તોડીને પ્રથમવાર 1 લાખને વટાવી ગઇ છે જે સમગ્ર દુનિયામાં અમેરિકામાં દૈનિક સૌથી કોરોના કેસના મામલે ભારતને બીજા ક્રમ આપે છે.
ભારતમાં કહેર મચાવી રહેલો કોરોના વાયરસે ગત વર્ષને રેકોર્ડ તોડી દીધો છે. રવિવારે દેશમાં કોરોના વાયરસના 1,03,844 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. અમેરિકા બાદ ભારત બીજા દેશ બની ગયો છે જ્યા એક દિવસમાં કોવિડ-19ના એક લાખથી વધારે કેસ છે. આ દરમિયાન એક જ દિવસમાં 477 લોકોને કોરોના વાયરસ ભરખી ગયો છે. ભારતમાં છેલ્લા 5 દિવસથી 400થી વધારે લોકોના મોત કોરોના વાયરસથી નિપજ્યા છે. દેશમાં છેલ્લે કોરોના વાયરસના સૌથી વધુ પાછલા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ 98,795 કેસ નોંધાયા હતા.
ભારતમા કોરોના વાયરસન બીજી લહેર લગભગ 56 દિવસ પહેલા શરૂ થઇ ગઇ હતી પરંતુ હવે તેનો પીક દેખાઇ રહ્યો છે. દૈનિક કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 7 ગણી વધી ગઇ છે તો સાપ્તાહિક મૃત્યુદરમાં પણ લગભગ 59 ટકાનો વધારો થયો છે.
નવા કેસો વધતા એક્ટિવ કેસોની સંખ્યા પણ વધ રહી છે. રવિવારે એક્ટિવ કેસોની સંખ્યામાં 50 હજારનો વધારો થયો છે. હવે દેશમાં કોરોના એક્ટિવ કેસો 7 લાખને વટાવી ગઇ છે જે માત્ર ત્રણ દિવસ પહેલા 6 લાખ હતી.
મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ તોડ્યો રેકોર્ડ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે. રવિવારે રાજ્યમાં 24 કલાકમાં 57,074 કેસ આવ્યા છે જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. તો મુંબઇમાં પણ એક દિવસમા સૌથી વધુ 11206 કોરોના કેસ નોંધાયા છે.