નકસલી હુમલા ની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસની છત્તીસગઢની મુલાકાતે છે, તેઓએ નક્સલી સાથે ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ તેઓ સીનિયર ઓફિસરો સાથે બેઠકમાં ભાગ લઇ ચર્ચા કરશે. આ બન્ને કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ તેમની સાથે રહેશે. ગૃહમંત્રી બીજાપુરમાં બાસાગુડામાં આવેલા CRPFના કેમ્પની પણ મુલાકાત લઈ શકે છે. પરત આવતા સમયે અમિત શાહ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ જવાનોની પણ મુલાકાત લેશે.
