દેશ માં કોરોના નું સંક્રમણ ઝડપ થી વધતા હવે ફરી એકવાર આંશિક લોકડાઉન ની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ વાત ની ગંભીરતા જોતા આગામી તા.8 મી એપ્રિલ ના રોજ તમામ મુખ્યમંત્રી સાથે મોદી એ બેઠક બોલાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જેમાં કોરોના ઉપર કઈ રીતે કાબુ મેળવવો તે અંગે દરેક મુખ્યમંત્રી ના અભિપ્રાય લેવામાં આવનાર હોવાનું મનાય છે.
હાલ ગુજરાત માં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના ના કેસો ખૂબજ ઝડપ થી વધી રહ્યા હોય અગાઉ ની જેમ આંશિક લોકડાઉન અથવા કેટલાક પ્રતિબંધ લાગવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. ગત દિવસે એક લાખથી વધુ નવા કેસ નોંધાયા બાદ દેશમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી છે તેવા દર્દીની સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં રેકોર્ડ 50,438નો વધારો થયો છે.
દેશમાં 7 લાખ 37 હજાર 870 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. આ આંકડો એક મહીના પહેલા એટલે કે 4 માર્ચે એક્ટિવ કેસના આંકથી 4 ગણો વધ્યો છે. 4 માર્ચે દેશમાં 1 લાખ 73 હજાર 374 એક્ટિવ કેસ હતા. છેલ્લા એક જ મહીનામાં દેશમાં 7548 લોકોને મોત પણ થયા છે.
રાજ્યોમાં કોરોનાની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ સાંજે સાડા છ વાગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં કોરોના સંક્રમણની સમીક્ષા કરવામાં આવશે. આ અગાઉ તેમણે રવિવારે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે કોરોના પર કાબૂ મેળવવા માટે લોકોમાં જાગૃત્તિ અને તેમની ભાગીદારી જરૂરી છે. જો 5 ફોલ્ડ સ્ટ્રેટેજી (ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ગાઈડલાઈન્સ પ્રમાણે વ્યવહાર અને વેક્સિનેશન)ને ગંભીરતાથી અપનાવવામાં આવે છે તો આ મહામારીને અટકાવવામાં મદદ મલશે.
દેશમાં રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બરના રોજ 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477નાં મોત થયાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રેકોર્ડ 50,438નો વધારો થયો છે.
આમ હવે કોરોના કાબુ માં લેવા તાત્કાલીક પગલાં ભરવા સરકાર વિચારી રહી છે.
