ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે તો બીજી બાજુ હવે ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. રાજેશ ભટ્ટ સહિત ઉપરાંત ફાયરના 11 જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે.ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ રોજ વધુ 3160 નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ 2028 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.52 ટકાએ પહોંચ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે કોરોનાના નવા 664 કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોના સંક્રમિત ચાર દર્દીઓના મોત થયા છે. શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ જે પ્રમાણે વધી રહ્યો છે. એને જોતા હવે તો શહેરીજનોમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે,શહેરમાં નોંધાઈ રહ્યાં છે એથી ઓછા કેસ બતાવવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને 1869 ઉપર પહોંચી છે. શહેરમાં બે દિવસમાં કુલ મળીને કોરોનાના 1310 કેસ નોંધાતા પરિસ્થિતિ ગત વર્ષની જેમ ચિંતાજનક બની હોવાના અણસાર મળી રહ્યાં છે.
