ગુજરાતમાં કોરોના સંક્રમણ ખુબજ ઝડપ થી વધી જતાં હવે અમદાવાદ અને સુરત તેમજ રાજકોટ અને વડોદરા માં સ્થિતિ દિનપ્રતિદિન બગડી રહી છે અને અમદવાદ તેમજ સુરત માં તો કોરોના માં મોત ને ભેટનારાઓ ની સંખ્યા અનેકગણી વધુ છે બીજી તરફ સુરત માં સ્થિતિ વધુ બેકાબુ બનતા આરોગ્ય સચિવ સુરત દોડી ગયા છે અને કોરોના ને વકરતો અટકાવવા માટે પગલાં ભરવા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી છે તેવે સમયે તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર થઈ ચૂક્યુ છે ત્યારે સ્થિતિ ની ગંભીરતા જોતા હવે મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવા માટે માંગ કરતા ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં કોરોનાકાળમાં એક તરફ નાઈટ કર્ફયૂ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. એ સમયે અનેક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. વાસ્તવમાં નાઈટ કર્ફયૂને કારણે રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે, પરંતુ અનેક મેડિકલ સહિત એસો.જે રીતે સ્વયંભૂ લોકડાઉનની વાતો કરી રહ્યાં છે એમાં સરકારનું આડકતરું દબાણ પણ હોવાનું માનવામાં આવે છે. અગાઉ જ ગુજરાત સરકારે લોકડાઉન નહીં આવે એવી જાહેરાત કરી છે પરંતુ સ્થિતિ જોતા આગામી દિવસો માં કેટલાક પ્રતિબંધ અમલ માં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
