હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS કથિત ગેરરીતિ મામલે NSUI દ્વારા કુલપતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલપતિ પર સાડી ફેંકી દેખાવો કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. અગાઉ NSUIએ MBBS કથિત ગેરરીતી મામલે કુલપતિ પર બંગડી ફેંકી વિરોધ કર્યો હતો. ત્યારે MBSS કથિત ગેરરીતી મામલે NSUI દ્વારા કુલપતિના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
