વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલના જગજીવન રામ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલ માટે મેડિકલ પ્રેક્ટિશનર્સ અને પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવાર 6 એપ્રિલ 2021 સુધી અરજી કરી શકે છે. કુલ 139 પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ટેલિફોનિક/વોટ્સએપ ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. કોવિડ આઇસોલેશન વોર્ડમાં ફુલટાઇમ મેડિકલ કોન્ટ્રાક્ટ (GDMO/ સ્પેશિયાલિસ્ટ) પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોને 75 હજાર સુધી વેતન આપવામાં આવશે. તમામ જરૂરી જાણકારી સત્તાવાર જાહેરાતમાં ઉપલબ્ધ છે. જુદા-જુદા પદો પર ભરતી માટે નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક યોગ્યતા પણ અલગ છે. વય મર્યાદા પણ પદ મુજબ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો 6 એપ્રિલ પહેલા ઓનલાઇન એપ્લાય કરી શકે છે. પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં નહીં આવે. કોઇ પણ ઉમેદવારને ટ્રાસ્પોર્ટ માટે અલાઉન્સ પણ આપવામાં નહીં આવે. અન્ય તમામ જાણકારી જાહેરાતમાં ઉપલબ્ધ છે.
