ઓળખ રાકેશ્વરસિંહ મન્હાસ તરીકે થઈ છે.આ જવાન સીઆરપીએફમાં ફરજ બજાવે છે.નક્સલીઓનુ કહેવુ છે કે આ જવાનને હજી સુધી અમે કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી.જોકે રાકેશ્વરસિંહની પાંચ વર્ષની પુત્રીએ નક્સલવાદીઓને હૃદયસ્પર્શી અપીલ કરીને તેમને ઘરે પાછા મોકલવા માટે મેસેજ આપ્યો છે.પાંચ વર્ષની બાળકી કહેતા સંભળાય છે કે, હું મારા પપ્પાને બહુ પ્રેમ કરુ છુ , નક્સલ અંકલ પ્લીઝ તમે મારા પપ્પાને ઘરે મોકલી દો.પાંચ વર્ષની બાળકી રાઘવી આવુ કહેતા કહેતા પણ રડી પડી હતી.જવાન રાકેશ્વરસિંહની છેલ્લે પોતાની પત્ની સાથે પાંચ દિવસ અગાઉ વાત થઈ હતી.તે વખતે તેમણે પત્નીને કહ્યુ હતુ કે, હું ઓપરેશન પર જઈ રહ્યો છું અને પાછો આવીને કોલ કરીશ.જોકે તેમનો ફોન આવ્યો નહોતો.રાકેશ્વરસિંહના સાથીએ તેમની પત્નીને નક્સલવાદીઓના કબ્જામાં હોવાની જાણ કરી હતી.એ પછી રાકેશ્વરસિંહના પત્નીએ પીએમ મોદીને પણ અપીલ કરી છે કે, મારા પતિ જો સુરક્ષિત છે તો તેમને પાછા લાવી આપો.જે રીતે પાયલોટ અભિનંદનને તમે પાછા લાવ્યા હતા તે જ રીતે મારા પતિને પણ લાવી આપો.
