મુંબઇઃ જેમનો સંપત્તિ વેરો બાકી હોય તેવા મકાન માલિકો માટે એક અભૂતપૂર્વ તક આવી છે. આ રાજ્યની સરકારે વધુમાં વધુ લોકો કોરોના રસી મૂકવા તે માટે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જો તમે નોર્થ દિલહીમાં રહો છો કોરોના વેક્સીન મૂકાવનારને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 5 ટકા રિબેટ મળી શકે છે. નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર જય પ્રકાશનું કહેવુ છે કે જો એક જ ઘરના તમામ સભ્યો વેક્સીન મૂકાવે તો કોર્પોરેશન, પ્રોપર્ટી ટેક્સના એડવાન્સ પેમેન્ટ વખતે મળતા રિબેટ ઉપરાંત વધારાનું રિબેટ આપશે.
તેમણે કહ્યુ કે, મેં સંબંધિત વિભાગોને આ મામલે એક વિસ્તૃત પોલિસી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેને જલ્દીથી મંજૂરી મળી જશે. નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના છ ઝોન્સમાં યુનિક પ્રોપર્ટી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ હેઠળ લગભગ 10 લાખ ઘર નોંધાયેલા છે.
કૂલ 20 ટકા રિબેટ મેળવી શકાશે
મેયરનું કહેવુ છે કે એક પરિવારના આવા સભ્યો જો કેન્દ્ર સરકારના નિયમો હેઠળ લાયક છે, તેમને રિબેટ હાંસલ કરવા માટે વેક્સિનેશનના પુરાવા દેખાડવા પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનની પહેલા પ્રોપર્ટી ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર 15 ટકા ટેક્સ રિબેટ પહેલાથી જ આપે છે. હવે નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના દાયરામાં આવલા પરિવારના તમામ સભ્યો કોરોના વેક્સીન મૂકાવે છે તો નિર્ધારિત સમય પહેલા પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરે તો તેમને 5 ટકાનું વધારાનું ટેક્સ રિબેટ મળી શકે છે. આમ કૂલ 20 ટકા ટેક્સ રિબેટ હાંસલ કરી શકે છે.